સુચના અને પ્રસારણ મંત્રાલયના વિશેષ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઈશ્વરિયા ગામે વિવિધ આયોજન તળે એક એક વ્યક્તિની સ્વચ્છતા દ્વારા જ રાષ્ટ્ર સ્વચ્છ બની શકે તેવો સંદેશો અપાયો.
ભારત સરકારની વિવિધ યોજના અંગે સુચના અને પ્રસારણ મંત્રાલય-ભાવનગર કચેરીના વડા દેવેન્દ્રભાઈ ત્રિવેદીના સંકલન સાથે ઈશ્વરિયા ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ અહીં આચાર્ય હસમુખભાઈ પટેલ અને શિક્ષકોના સંકલનથી ગામમાં સંદેશા યાત્રામાં સ્વચ્છ ભારત તથા બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશો અપાયો હતો. પ્રાથમિક શાળામાં અધિકારી દેવેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા સુંદર સમજ અપાઈ હતી. અહીં વિવિધ આયોજન કાર્યક્રમ તળે એક એક વ્યક્તિની સ્વચ્છતા દ્વારા જ રાષ્ટ્ર સ્વચ્છ બની શકે તેવો સંદેશો અપાયો હતો. શાળાના ધરતીનું છોરૂ સાથે સંકળાયેલા વિદ્યાર્થી બાળકોએ હોશભેર ભાગ લઈ પુરસ્કારી મેળવ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકર્તા મુકેશકુમાર પંડિત દ્વારા પ્રાસંગિક વાત કરાઈ હતી. અગ્રણી વીરશંગભાઈ સોલંકી જોડાયા હતા. સંદેશા યાત્રાને શિક્ષક પ્રકાશભાઈ પંચાલે પ્રસ્થાન કરાવ્યું હતું. આભારવિધિ શિક્ષક કિર્તીભાઈ ચૌહાણે કરી હતી.