મુળ ભંડારિયાના અને હાલ ભાવનગર રહેતા કિર્તીભાઇ ભાનુશંકર શુકલના પુત્ર સ્પર્શે તાજેતરમાં જાહેર થયેલ ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન પ્રક્રિયામાં સિવીલ એન્જિયરિંગ સ્ટ્રીમના મેરિટ લિસ્ટમાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનિક ઇન્સ્ટીટયુટના તેજસ્વી વિર્ધાર્થી સ્પર્શ કિર્તીભાઇ શુકલ એ ડિપ્લોમા સિવીલ એન્જિ.ના તમામ ૬ સેમેસ્ટરમાં પણ પ્રથમ ક્રમાંક મેળવી શૈક્ષણિક કારકિર્દીમાં પ્રથમ ક્રમાંક મેળવવાની પરંપરા અકબંધ રાખી છે. સ્પર્શની આ અનન્ય સિધ્ધી બદલ રાવલ- શુકલ પરિવાર તથા સર બી.પી.ટી.આઇ.ના શિક્ષકગણે તેને અભિનંદન પાઠવ્યા હતા.