ગુજરાત સરકાર દ્વારા ચાલતા ઓરી-રૂબેલા રસીકરણ અંતર્ગત લાઠી તાલુકાના રાયણ નગર ગામે નારાયણનગર એક પ્રાથમિક શાળામાં તમામ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડના મેડીકલ ઓફીસર ડોકટર મુકેશસિંહના માર્ગદર્શન હેઠળ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. નારાયણનગર ગામના સરપંચ ભગીરથભાઈ ગઢવીએ દિપ પ્રાગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમના સુપરવાઈઝર ગઢવીભાઈ તથા વૈભવસિંહ આશા બહેનો તથા આંગણવાડીના બહેનોએ મદદ કરી હતી.