રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ કારોબારી બેઠક મળી

1289

આજરોજ અમરેલી જિલ્લા યુવા ભાજપની સુચનાથી રાજુલા શહેર યુવા ભાજપની કારોબારી બેઠક જિલ્લા યુવા ભાજપના મંત્રી વનરાજભાઈ વરૂના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણની વિશેષ ઉપસ્થિતિમાં આજે માર્કેટીંગ યાર્ડ ખાતે મળી હતી. જેમાં આગામી કાર્યક્રમોની રૂપરેખાનું આયોજન રાજુલા શહેર યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ તેમજ મહામંત્રી સાગરભાઈ સરવૈયાની આગેવાનીમાં યોજાવાના છે.

આ કારોબારીમાં પરેશભાઈ લાડુમોર, વાલકુભાઈ બોસ, મહેન્દ્રભાઈ ધાખડા, ચિરાગદાદા જોશી, અજયસિંહ ગોહિલ, ડો.વિપુલ બાવળીયા, ચિંતનભાઈ મકવાણા, ચિરાગભાઈ મેવાડા, હિરેનભાઈ સોની, વિજયભાઈ લાખણોત્રા, પ્રદિપ ટાંક, સંદિપ ટાંક, સંજય લાડવા, કૌશિક મકવાણા, રૂસપાલ બાવરી, ભાર્ગવ કસવાળા, વિશાલ મકવાણા વગેરે યુવા ભાજપના કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleઘોઘા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણી
Next articleભારતીય મજદૂર સંઘના ૬૩માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ