ભારતીય મજદુર સંઘના ૬૩માં સ્થાપના દિનની ઉજવણી નર્મદા સિમેન્ટ એપ્લોઈઝ યુનિયન તરફથી કરવામાં આવી જેમાં ૬૦૦ કામદારોએ ભાગ લીધો તેમજ એક ગુટ ટુ ગેધર મિટીંગનું આયોજન થયું હતું.
ભારતીય મજદુર સંઘના ૬૩માં સ્થાપના દિનની ઉજવણી નર્મદા સિમેન્ટ એપ્લોઈઝ યુનિયન તરફથી કરવામાં આવી. જેમાં ૬૦૦ કામદારોએ ભાગ લીધો તેમજ એક ગેટ ટુ ગેધર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે નર્મદા સિમેન્ટ કંપનીના ગેટ પાસે ભુતડાદાદાના દેવસ્થાને રાખવામાં આવેલ. જેમાં તમામ કામદારોને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી અને જે તે પ્રશ્નોના ઉકેલ માટે બીએમસી ભારતીય મજદુર સંઘ જાફરાબાદના પ્રમુખ વિઠ્ઠલભાઈ જનરલ સેક્રેટરી કાદીરભાઈ, સુરેશભાઈ સાંખટ, જયેશભાઈ, ભાવિનભાઈ સાંખટ, નિતિનભાઈ બારૈયા, શામજીભાઈ બારૈયા, સી.જે. રાજયગુરૂ, અરજણભાઈ સાંખટ, મનીષભાઈ શિયાળ, મધુભાઈ ધુંધળવા સહિત આગેવાનોએ આવનાર સમયમાં જે તે કંપનીઓમાં કામ કરતા કામદારોના કંપનીઓ સાથે એક બીજાના સંબંધો મજબુત બને તેવા પ્રયાસો કરવા ચર્ચા સુખદ રીતે કરવામાં આવી.