અકવાડા ગામે વાહન અડફેટે લેતા કૃરણ મોત નિપજયા હતાં આ બાળાઓની દફત વિધિમાં ઘોઘા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકનું મોજુ ફરિવળ્યું છે.
શહેર સમીપ આવેલ ઘોઘા રોડ ના અકવાડા ગામે એક એકટીવા સ્કુટરને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘોઘા ગામે આવેલ બારવાડા વીસ્તારમાં રહેતા ફારૂક ઉસ્માનભાઈ શેખની બે દિકરી જેમાં સાડા ત્રણ વર્ષની ઝામિયા અને ૧ર વર્ષની ફરદિનને ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન કરૂણ ઉસ્માનભાઈ શેખની બે દિકરી જેમાં સાડા ત્રણ વર્ષની ઝામિયા અને ૧ર વર્ષની ફરદિનને ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજવા હતાં આ કરૂણ ઘટનાને લઈને આજે ઘોઘા ગામે ભારે શોકનું મોજું ફરિવળ્યું હતું. માસુમ બાળાઓની મૈયત તથા દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. અને ભોગગ્રસ્ત પરિવારના દુઃખમાં સહભાગી થયા હતાં.
આ કરૂણ ઘટનામાં હૃદય દ્રવક દ્રશ્યો સર્જાયા હતાં. ફારૂકભાઈ વ્યવસાય અર્થે અખાતી દેશ દોહા-કતારમાં ભાઈઓ સાથે હોય આ બનાવની જાણ થતા તેઓ ભાંગી પડ્યા હતાં અને અંતિમ વિધીમાં સામેલ થઈ શક્યા ન હતાં તથા દિકરીઓના અંતિમ સમયે મુખ પણ ન જોઈ શકતા લઘુમતી સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ફારૂકભાઈને સંતાનમાં પ દિકરીઓ જ છે. માર્ગ અકસ્માતમાં મોતને ભેટનારી દિકરીઓ સેન્ટ મેરી સ્કુલમાં અભ્યાસ કરતી હતી. આ દુઃખદ ઘટનાને લઈને શાળાએ શૈક્ષણિક કાર્યબંધ રાખી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.