સિહોર ક્રિકેટ છાપરીએ ટ્રકના ખડકલા

1937

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા દેશભરમાં તા.ર૦મીથી આપવામાં આવેલી અચોક્કસ મુદ્દતની હડતાલના પગલે વિવિધ ચીજવસ્તુઓની અછત સાથે ભાવવધારા થઈ રહ્યાં છે ત્યારે ભાવનગર શહેર તથા તાલુકા કક્ષાએ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા આવેદનપત્રો આપી પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ ઉઠી રહી છે.

છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહેલી ટ્રક-ટ્રાન્સપોર્ટની હડતાલથી હવે ટ્રાન્સપોર્ટરો પણ અકળાયા છે. ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરો ઉપર લાદવામાં આવેલા વિવિધ બોજ હળવા કરવા સહિતની માંગ સાથે પડાયેલી હડતાલના પગલે શાકભાજી સહિત વિવિધ ચીજવસ્તુઓની આવક બંધ થતા ભાવવધારો થવા પામ્યો છે. જેના કારણે વેપારીઓ તથા સામાન્ય પરિવારોને મુશ્કેલીઓ પડી રહી છે તો ટ્રાન્સપોર્ટરો પણ અકળાયા છે ત્યારે પ્રશ્નોના ઉકેલની માંગ સાથે મહુવા ટ્રક ઓનર્સ એસો.એ આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે વિવિધ તાલુકાઓ તથા શહેરના નારી ચોકડી ખાતે દેખાવો પણ કરવામાં આવ્યા હતા. સિહોરની ક્રિકેટ છાપરી ખાતે ટ્રકના ખડકલા થઈ જવા પામ્યા છે. જેમાં અનેક ટ્રકોમાં વેપારીઓનો માલ-સામાન ભરેલો છે જે છુટો થઈ શકતો નથી ત્યારે ટ્રક એસો.ની હડતાલનો સુખદ અંત લાવવા આમ સમાજમાંથી પણ માંગ ઉઠવા પામી છે.

Previous articleઅકસ્માતમાં મૃત્યુ પામેલ બે માસુમ બાળાઓની મૈયતમાં ઘોઘા હિબકે ચડ્યું
Next articleબગદાણા ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે