આજે ગોહિલવાડ ગુરૂભક્તિમાં લીન બનશે

1203

સમગ્ર ભાવનગર શહેર તથા જિલ્લામાં આજરોજ ગુરૂપૂર્ણિમાના મહાપર્વની ભારે હર્ષોઉલ્હાસભેર ઉજવણી કરવામાં આવશે પ્રતિ વર્ષ ઉજવાતા આ મહાપર્વ અન્વયે ગુરૂભક્તો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

વર્ષો જુની પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિક્રમ સંવત ૨૦૭૪ને અષાઢ સુદ પૂનમના રોજ સમગ્ર ભારતવર્ષમાં જ્ઞાન અને ભક્તિના આધિષ્ઠાતા ગુરૂનો મહિમા વર્ણવતુ પર્વ ગુરૂ પૂનમ એટલે પૌરાણીક શાસ્ત્ર કથન અનુસાર વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે એવા પર્વની આજે લાખ્ખો શ્રધ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે ભાવનગર શહેર તથા જિલ્લામાં ગુરૂનો મહિમા ગવાશે સૌરાષ્ટ્ર પંથકની ભૂમિને ગુરૂઓની જન્મભૂમિ ગણવામાં આવે છે ખાસ કરીને ભાવેણામાં આદીકાળમાં અનેક સમર્થ ગુરૂ ભગવંતોએ અવતાર ધારણ કર્યો હતા.

એવી સમર્થ ધરા પર બગદાણે પૂ. બજરંગદાસ બાપા જેને સંત શિરોમણી તરીકે ઓળખાય છે. ભાવનગરમાં પૂ.મસ્તરામબાપા, ભંડારીયામાં દુઃખીશ્યામ બાપા, જાળીયા ગામે પૂ. મનહરદાસ બાપુ મઢડામાં ભગવતી બાપુ, સહિત ગોહિલવાડના અનેક નાના-મોટા ગામોમાં ઓલીયા અવતારી પુરૂષોએ અવતાર ધારણ કરી દિનદુઃખીયાઓના આંસુ લુછી પામર મનુષ્યોને જ્ઞાન અને ભક્તિના માર્ગ વાટેશ્વર શરણ સુધી પહોચાડ્યા છે એવા પાવન ગુરૂઓના અવતારોના ગુણ ગાન ગાવાનો શુભ અવસર એટલે ગુરૂપૂર્ણિમાં આજે ગુરૂ પૂનમ અન્વયે અનેક સ્થળો પર ગુરૂ મહારાજનું પૂજન દર્શન ભજન તથા મહાપ્રસાદ સાથે ગુરૂપૂનમની ઉજવણી કરવામાં આવશે શહેરમાં પણ ઠેર ઠેર પૂ.બજરંગદાસ બાપાની મઢુલીઓ બનાવવામાં આવશે જ્યા મહાપૂજા, સાથે દર્શન અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત ભજન સંતવાણીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ગ્રહણને લઈને મંદિરોમાં ફેરફાર

આજે પૂનમ પર્વ સાથો સાથ ચંન્દ્રગ્રહણ હોય જે સમગ્ર ભારતમાં દેખાવાનું હોય ગુરૂ પૂનમના પર્વને લઈને અલગ અલગ મંદિરોમાં ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણને ખાસ મહત્વ આપવામાં આવતુ હોવાથી બગદાણા ગુરૂ આશ્રમ સહિત અન્ય મંદિરોમાં બપોરે ૩ કલાકે બાદ નિજ મંદિરમાં દર્શન બંધ કરવામાં આવશે અને ગ્રહણ પૂર્ણ થયા બાદ શુધ્ધી કરણબાદ પુનઃદર્શન માટે મંદિરો ખુલ્લા મુકવામાં આવશે.

Previous articleબગદાણા ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે
Next articleતળાજા ખાતેના કેરાળા ગામેથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો