ઘોઘા ગામે આવેલ એસબીઆઈ બેંકનું એટીએમ છેલ્લા ૧૦ દિવસથી બંધ હાલતમાં હોય સ્થાનિક ગ્રામજનો તથા બહાર ગામથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત એટીએમ સ્વીપ મશીન પણ બધં હોય પાસબુક એન્ટ્રી થઈ શકતી નથી જે સંદર્ભે ખાતા ધારકો દ્વારા બેંક મેનેજરને રજુઆત કરતા તેના દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે. બેંક દ્વારા એટીએમ ચાર્જ વસુલવામાં આવે છે ત્યારે પુરતી સુવિધા શા માટે નથી આપવામાં આવી રહી ? તેવા સવાલો સાથે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.