(૨૫૩) ઈસાઈ ધર્મનું તીર્થસ્થાન “નિષ્કલંક માતાનું ધામ” ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– વડોદરા
(૨૫૪) વિશ્વનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ક્યુ છે ?
– અલંગ
(૨૫૫) ગુજરાતમાં અલંગ અને બીજા ક્યાં બંદરે શિપબ્રેકિંગ કાર્ય ચાલુ છે ?
– સચાણા બંદર (જામનગર)
(૨૫૬) કેલ્સાઇટ માટે જાણીતો વિસ્તાર “પનામા ડિપોઝિટ” ક્યાં જિલ્લામાં આવેલો છે ?
– જૂનાગઢ
(૨૫૭) ભાવનગર જિલ્લામાં આવેલ સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ કઈ નદી કિનારે આવેલો છે ?
– બગડ નદી
(૨૫૮) કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ જણાવો.
– સૂરજબારી પુલ
(૨૫૯) મુઘલ બાદશાહ જહાંગીરે ક્યાં શહેરને ધૂળિયું શહેર કહ્યું છે ?
– અમદાવાદ
(૨૬૦) ખનીજ તેલ શુદ્ધિકરણ માટે જાણીતી “કોયલી રિફાઇનરી” ક્યાં આવેલી છે ?
– વડોદરા
(૨૬૧) ભારતમાં એકમાત્ર કુંતામાતાનું મંદિર ક્યાં આવેલું છે ?
– આસજોલ (મહેસાણા)
(૨૬૨) કાચબા ઉછેર કેન્દ્ર હાથબ ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– ભાવનગર
(૨૬૩) ભાવનગર જિલ્લાના ક્યાં સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ?
– હાથબ
(૨૬૪) ક્યાં જિલ્લાના રહેણાક માટે ઝૂંપડાઓને ભૂંગા અને સમૂહને વાઢ કહેવામા આવે છે ?
– કચ્છ
(૨૬૫) અમદાવાદ અને મહેસાણા માંથી બનાવાયેલ જિલ્લો ક્યો છે ?
– ગાંધીનગર
(૨૬૬) ગ્રેનાઇટ ક્યાં પ્રકારનો ખડક છે ?
– અગ્નિકૃત
(૨૬૭) જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી ?
– સરસ્વતી
(૨૬૮) ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે ?
– માંડવી
(૨૬૯) પ્રસિદ્ધ “સુરપાણેશ્વર”નો ધોધ કઈ નદી પર આવેલ છે ?
– નર્મદા
(૨૭૦) ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કઈ સાલમાં થયો હતો ?
– ૧૯૬૧
(૨૭૧) કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ?
– લાણાસરી
(૨૭૨) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?
– નર્મદા
(૨૭૩) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવેલ છે ?
– વૃક્ષમાં પડેલ વર્તુળાકાર વલયોથી
(૨૭૪) ગુજરાતમાં ફ્લોરસ્પાર ક્યાં વિસ્તારમાંથી મળી આવે છે ?
– આબાડુંગર (છોટા ઉદેપુર)
(૨૭૫) ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે ?
– ડાંગ
(૨૭૬) કાલું નામની માછલી કઈ નદીમાંથી મળે છે ?
– કોલક
(૨૭૭) ક્યુ પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે ?
– ઘુડખર
(૨૭૮) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?
– પુષ્પાવતી
(૨૭૯) ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે ?
– નલિયા
(૨૮૦) ગુજરાતમાં સૌથી વધુ ગરમી ક્યાં પડે છે?
– ડીસા
(૨૮૧) નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે ?
– ભરૂચ
(૨૮૨) સમાજ સેવા માટે હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?
– સ્વામી શ્રદ્ધાનંદે
(૨૮૩) ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં જીલ્લામાં પડે છે ?
– વલાડ