રાજુલા તાલુકાના ઉચૈયા ગામના રેલ્વેની ઘોર બેદરકારી જેવા વિવિધ અણઉકેલ પ્રશ્નોની સ્થાનિક લેવલે ઉકેલ ન આવતા સરપંચ પ્રતાપભાઈની ટીમ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે.
રાજુલા તાલુકાના ઉચૈયા ગામના રેલ્વેની ઘોર બેદરકારીભર્યા વલણથી ઉચૈયા ગામમાં પ્રવેશદ્વાર રેલ્વેનું બેઠુ નાળુ જે ચોમાસાના ચાર મહિના સંપર્ક વિહોણુ તેમજ ગામના વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા રેલ્વે વિભાગ ભાવનગરના અધિકારીઓ દ્વારા થયો છે. જેના માટે પાંચ ગામના લોકો મળી ડે. કલેક્ટર ડાભીને આવેદનપત્રો અપાયા તો પણ ઉકેલ ન આવતા રેલ્વે ચક્કાજામથી ભાવનગર સુધીના અધિકારીઓ દોડતા થઈ રૂબરૂ લેખીત ખાતરી આપી કે તમારો પ્રશ્ન ર મહિનામાં ઉકેલી દેશું પણ આજ સુધી ઉકેલ ન આવ્યો અને ગામ બેટમાં ફેરવાયું હતું અને તેવા ઘણા અણઉકેલ પ્રશ્નોની રજૂઆત સ્થાનિક લેવલે ન મળતા અંતે ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉચૈયા ગામના જ વતની હાલ સુરત ભાજપ મહામંત્રી મંગળુભાઈ વહરા, ગામના સરપંચ દીલુભાઈ ધાખડા, મહેશભાઈ ધાખડા અણઉકેલ ગામના તમામ પ્રશ્નોની ફાઈલ રાજ્યમંત્રી કમલેશભાઈ કાનાણીને રૂબરૂ જઈ રજૂઆત કરેલ.