બુટલેગરોએ દારૂની હેરફેર માટે ચિલોડાના બદલે વાયા પેથાપુર હાઈવે પર પસંદગી ઉતારી

1716

રાજસ્થાનથી દારૂ ભરીને અમદાવાદ તરફ જતી ગાડીઓના ચાલકો એટલેકે, બુટલેગરોએ પોલીસને ચકમો આપવા માટે રસ્તો બદલ્યો છે. અગાઉ આ બુટલેગરો હિંમતનગરથી ચિલડા સર્કલનો રસ્તો પસંદ કરતા હતા. પરંતુ હવે, તેઓએ રૂટ બદલીને વાયા પેથાપુર રૂટ પસંદ કર્યો છે. છેલ્લા એક પખવાડિયામાં પોલીસે આ રૂટ પરથી આવતી અને અમદાવાદ તરફ જતી દારૂ ભરેલી બે ગાડીને પકડી છે.  આજે પેથાપુર ચોકડી પાસેથી એલસીબીએ અડધા લાખના વિદેશીદારૂ સાથે બે શખસોની ધરપકડ કરી છે.

અત્યાર સુધી બુટેલગરો માટે હિંમતનગર ચિલોડા હાઇવે સ્વર્ગસમાન હતો. રાજસ્થાનથી દારૂ ભરીને અમદાવાદ તરફ જતી ગાડીઓના ચાલકો મોટાભાગે અત્યાર સુધી ઉપરોક્ત હાઇવેનો ઉપયોગ કરતી હતી. પરંતુ આ હાઇવે પર ચેકિંગ વધતા દારૂની સપ્લાય પર બ્રેક લાગી નથી. પરંતુ બુટલેગરોએ હવે રૂટ બદલ્યો છે. હિંમતનગરથી જે વાહનો ચિલોડા સર્કલથી નરોડા થઇ અમદાવાદ પહોંચતા હતા તે વાહનો હવે, પેથાપુર તરફ વળ્યા છે. આ રૂટથી ચિલોડા આગળ આવતો ચેકિંગ પોઇન્ટ અને ચિલોડા સર્કલ બાયપાસ થઇ જાય છે.  જેના કારણે કારણે હવે બુટલેગરો માટે ચિલોડા સર્કલના બદલે પેથાપુર હાઇવે સ્વર્ગસમાન બન્યો છે. તાજેતરમાં જ અડાલજ પોલીસે રાજસ્થાનથી દારૂ ભરીને આવતી એક કારને ભાટ પાસે રોકી હતી. આ કાર પણ રાજસ્થાનથી દારૂ ભરીને વાયા પેથાપુર થઇ અમદાવાદ તરફ જતી હતી. આ ઘટના બાદ એક પખવાડિયામાં ઉપરોક્ત રૂટ પરથી પોલીસે આજે વધુ  એક દારૂભરેલી કારને પકડી છે. એલસીબીના હે.કો, રણજિતસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે પેથાપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન પોલીસે ઇન્ડિગો  કાર નંબર જીજે-૦૧-ડીએક્સ-૧૯૦૨ પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. કારમાંથી રૂ. ૪૩ હજારની કિંમતની ૧૦૮ વિદેશીદારૂની બોટલ મળી આવી હતી.

જે મામલે પોલીસે કુબેરનગર વિસ્તારમાં રહેતા શની રમેશચંદ્ર ગંગવાણી તથા ખુમાનસિંહ પ્રવિણસિંહ ઝાલા (રહે. કુબેરનગર, મુળ રહે. ઝીંઝુવાડા, તા. પાટડી)નો સમાવેશ થાય છે.પોલીસે તેમના કબજામાંથી ગાડી સહિત રૂ. ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Previous articleઆર્ટ ઓફ લીવીંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ
Next articleકલા મહાકુંભમાં બાળકોઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને સર્વને મંત્રમુગ્ધ કર્યા