તળાજાના રામપરા રોડ સ્થિત આવેલ આધુનિક ટેકનોલોજી સભર, બાળ પ્રવૃત્તિના નુતન અભિગમ હેઠળ કાર્યરત દિવ્ય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આરાધ્યા વિદ્યાસંકુલનું ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.