૧૬/૦૭/૨૦૧૮થી આપણા રાજ્યમાં ઓરી-રૂબેલાને નાબુદ કરવા માટે જે અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે તેમાં ૯માસથી૧૫ વર્ષ સુધી તમામ બાળકોને આવરી લેવામાં આવશે જે અંતર્ગત બોટાદ જીલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી માઢકના માર્ગદર્શન હેઠળ કુલ ૧,૭૩,૪૩૩ બાળકોને પણ આવરી લેવામાં આવશે
ઓરી-રૂબેલાને નાથવા માટે જયારે આ મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમારે પોતાની પુત્રી રાભ્યાસ્તુતિ ને શહેરી આરોગ્ય કેન્દ્ર શીવપરા ખાતે લઇ જઇ એમ.આર.નુ રસીકરણ કરાવી લોકોને પણ પોતાના બાળકોને રસીકરણ કરાવી ભવિષ્યમાં થનાર રોગથી બચવા માટે સુંદર વિચાર પૂરો પડેલ છે.