પાલિતાણા હાઈસ્કુલ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ

928

પાલિતાણા હાઈસ્કુલ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ. જેમાં વકૃત્વ સ્પર્ધા તેમજ વકતા દ્વારા પ્રાસંગિક પ્રવચન યોજવામાં આવેલ.

રામાયણી ભાગવતકાર હિંમત રામ બાપુ દ્વારા ગૃરૂનું મહત્વ અને ગુરૂ શિષ્યના સંબંધોની રજૂઆત આગવી સરળ શૈલીમાં દ્રષ્ટાંત સાથે કરવામાં આવેલ અને સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અભીભૂત બનેલ. આ પ્રસંગે એજયુ. સોસાયટીના પ્રમુખ મયુરસિંહજી સરવૈયાએ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં ઉજવાતો ગૃહપૂર્ણિમાનો દિવસ એ શિષ્યને ગુરૂના ઋણ ચુકવવાનો દિવસ ગણાવી ભગવાન કરતાં પણ ગુરૂને વધુ મહત્વ આપવું જોઈએ તેવી શીખ આપેલ. આ પ્રસંગે એજયુ. સોસાયટીના સેક્રેટરી નરેન્દ્રભાઈ પંડયા તેમજ કારોબારી સભ્ય અરૂણભાઈ શુકલ ઉપસ્થિત રહેલ. સંત તરીકે પ્રવિણગીરી બાપુ હરીયાણી ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન એસ.એસ.કનાડાએ આભાર દર્શન જે.ડી. ત્રિવેદીએ કરેલ સમગ્ર સંચાલન વી.એચ. વાળાએ કરેલ. ગુરૂપુર્ણિમાં દિન શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.

Previous articleદામનગર ખાતે આસ્થાભેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ
Next articleરાજુલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ૧૧ સભ્યોની નિમણૂંક થઈ