રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગનું થયું આયોજન જેમાં ૧૧ સભ્યોની રચના કરવામાં આવી હતી.
રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ૧૧ સભ્યની નિમણુંક કરવામાં આવી જેની વિગતવાર હોદ્દાઓ ટુંક સમયમાં રજુ કરાશે. જેમાં આજે સુચન થયા તેવા ૧૧ વ્યકિતઓના નામ આ પ્રમાણે રહેશે. જેમાં હાજર હતાં તેવા બચીબેન બળવંતભાઈ લાડુમોર ગીતાબહેન જગુભાઈ ધાખડા, જયાબેન રમેશભાઈ બાબરીયા ભીખાભાઈ દેવાતભાઈ પીંજર જેનું કારોબારી ચેરમેન પદે લગભગ નિશ્ચિત થશે. કરશનભાઈ એભાભાઈ કળસરીયા અસ્મીતાબેન રામકુભાઈ મોર, હુસેનભાઈ જમાલભાઈ બાબાજણભાઈ નકવી, રેખાબેન દીલુભાઈ ભુકણ અને કાળુભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા પણ આ તમામને લીગલી રીતે ટુંક સમયમાં જાહેર થશે હાલ તો કારોબારી રચના માટેની ખાસ મીટીંગ મળેલ પણ કોઈ ધાંધલ ધમાલ ન થાય અને શાંતી પુર્ણ તાલુકા કારોબારી બાબતે ચર્ચાઓ થાય તે માટે પોલીસ કાફલાને પણ તેનાત રખાયેલ અને શાંતીપુર્ણ તાલુકા કારોબારીની મીટીંગ રહેલ.