જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કુલમાં ગુરૂપુર્ણિમા ઉજવાઈ

768

જા.કે.ઉ મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે.એસ.સી. મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા-જાફરાબાદમાં ‘ગુરૂ પુર્ણિમા’ પર્વની ઉજવણી કરવામાં આવેલ.

જે અન્વયે સૌપ્રથમ શાળાના અમૃતલાલ સોંદરવા દ્વારા ભજન રજુ થયેલ. ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ગુરૂવંદનાના ભજન-દોહા રજૂ કરેલ. ધોરણ-૧૧ની વિદ્યાર્થિની જોશી પ્રસન્ના દ્વારા તમામ ગુરૂજનોને તિલક કરવામાં આવેલ અને કલ્પેશભાઈ રાવ દ્વારા શ્લોકગાન કરેલ.

ધોરણ-૧રની વીદ્યાર્થિનીઆ  રાઠોડ દ્રષ્ટિ, વાઘેલા શિવાલી, કોટડિયા સિમરન, સાંખટ પુજા, બારૈયા ભાવના અને બારૈયા ઉપાસના દ્વારા ગુરૂનું જીવનમાં મહત્વ અને ગુરૂપુર્ણિમાના દિવસ અંગે અસરકારક વકતવ્યો રજૂ થયેલ.  શાળાના સારસ્વત અનિભાઈ સાગઠિયા અને મનુભાઈ હડિયા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ વિશેની ઉદાત ભાવના અને ભૌતિક – આધ્યાત્મિક વિકાસમા ગુરૂ મહાત્મ્ય રજુ કરેલ.  શાળાના આચાર્ય હરેશભાઈ પુરોહિત ગુરૂમાં શ્રદ્ધા રાખવાનો શુભ સંદેશ પાઠવેલ.

Previous articleરાજુલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ૧૧ સભ્યોની નિમણૂંક થઈ
Next articleરાજુલા ખાતે ૭ર ગામના સરપંચોની યોજાયેલી બેઠક