ઇવીએમ અને વીવીપેટનું નિદર્શન કરતાં રથનું પ્રસ્થાન કરાવતા મુખ્ય ચુંટણી કમિશનર

678
gandhi10102017-5.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજથી બે દિવસ માટે ભારતીય ચૂંટણી પંચની કમિટી ગુજરાતની મુલાકાતે આવી છે. આજરોજ આ કમિટમાં ગુજરાત ખાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિના હસ્તે ઇવીએમ અને વીવીપેટની મતદારાને જાગૃતિ આપતી વાનનું આજરોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિ અને તેમની ટીમે દ્વારા આજરોજ અમદાવાદ ખાતે રાજકીય પક્ષોના સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિએ રાજયના મતદારોમાં ઇવીએમ મશીન અને વીવીપેટ અંગેની જાગૃતિ આપતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ રથ રાજયની તમામ વિધાનસભા વિસ્તારોમાં ફરશે. આ રથમાંઇ.વી.એમ.મશીનથી કેવી રીતે મત આપી શકાય, મત આપ્યા બાદ આપ વીવીપેટમાં છપાતી કાપલી કેવી રીતે જોશો અને મતદાર અંગેની જાગૃતિ અને વીવીપેટ અંગેની જાગૃતિ માટે સૂત્રો લખવામાં આવ્યા છે. 
આ રથમાં ઇવીએમ મીશન અને વીવીપેટનું ડેમોસ્ટ્રેશન પણ દરેક જગ્યાએ કરવામાં આવશે. રથ પ્રસ્થાન સમયે ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત, સુનિલ અરોરા તથા સીનીયર નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહા, નાયબ ચૂંટણી કમિશનર સંદિપ સેકસેના તથા સુદીપ જૈન, રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેન, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી સતીશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleદહેગામમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગૌરવયાત્રા નિકળી
Next articleશહેરી નાગરિકોની મુશ્કેલીઓનો અંત : આજથી શહેરી બસ સેવા શરૂ