અધેવાડા શિવકુંજ આશ્રમે ગુરૂપુર્ણિમાની ઉજવણી

1056

શિવકુંજ આશ્રમ – અધેવાડા ખાતે આજે સવારે પૃતિમાસની પૂર્ણિમાએ યોજાતી સત્યનારાયણ ભગવાનની કથા સાથે ભારતવર્ષમાં દિવાળી કરતાં પણ વિશેષ રીતે ઉજવાતો ગુરૂપુર્ણિમાનો દિવસ પ્રારંભ્યો આશ્રમ ખાતે ચંદ્રગ્રહણને ધ્યાનમાં લઈ મહાપ્રસાદ અને ગુરૂપાદુકા પુજન બપોરના ર-૩૦ કલાક સુધીમાં કરવામાં આવેલ.

ગુરૂમહિમા વર્ણવતા શિવકુંજ માનસ પરિવારના મહેશભાઈ ગઢવીએ સંત અને ગુરૂ ઈશ્વરકૃપા વગર મળતા નથી, અને સાચા સદગુરૂ મળ્યા પછી જીવન ધન્ય બનતું હોય છે. આવા સંતોના જીવનને પથદર્શક માનીએ તેમ જણાવેલ. ત્યાર બાદ પ.પૂ. સીતારામ બાપુ દ્વારા આશિર્વાદ રૂપે પ્રેરક ઉદ્દબોધન કરેલ જેમાં ગુરૂ એટલે સત્ય અને દિવ્યતાનો પથદર્શક જે સત્ય સમજાવે અને જીવનને દિવ્ય બનાવે છે. રાજા પરિક્ષિત ચક્રવર્તી હતા પરંતુ એક નાનકડા દોષના કારણે સદગુરૂનું શરણું લીધું અને સદગુરૂએ તેમને દોષોનું નિવારણ બતાવ્યું આમ આપણા અંધકારને દુર કરે, એટલે કે અંધકાર રૂપી આકાશમાં જે કામ, ક્રોધ, મોહ, લોભ નામના તારાને જીવનમાંથી દુર કરે ત સદગુરૂ છે. જેમ ખેડૂત પાસે ફળદ્રુપ જમીન હોય, તેમાં બી વાવી, ખાતર નાખી, પાણી પાપ પણ જયાં સુધી સુર્યપ્રકાશ ન મળે ત્યાં સુધી વીજ અંકુરીત થતું નથી. તેમ જીવનમાં સંપતિ, સંતતિ, સન્મતિ હોય પણ સદગુરૂરૂપી સુર્યનો પ્રકાશ જયાં સુધી આત્મા પર પડે નહિં ત્યાં સુધી જીવનમાં અજવાળું થતું નથી. સમજણ ખૂટે એને બધા લૂંટે, જ્ઞાન એટલે સમજણએ સમજણનો ગુરૂ પાસેથી જ પ્રાપ્ત થાય છે. ગુરૂ પુર્ણિમા ઉત્સવ દરમ્યાન ચંદન, પીપળા, વડલા, બીલી અને લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ અને આ રીતે સૃષ્ટિ સાથેની તાદાત્મ્યતા દ્વારા ગુરૂએ સૃષ્ટિ સાથેની તાદાત્મ્યતા દ્વારા ગુરૂએ સૃષ્ટિની આર્વિભુત ચેતના છે તેનું સચોટ ઉદાહરણ પુરૂ પાડેલ.  આશ્રમને બાંભણિયા બ્લડ બેંક દ્વારા રકતદાન શિબીર યોાજયેલ પૂ. રામેશ્વરાનંદ મળી માતાજી તથા પૂ. વરૂણાનંદમયી માતાજી દ્વારા ગુરૂવંદના, સ્તુતીગાન થયેલ. આ પ્રસંગે શિવકુંજ માનસ પરિવારના સેવકો, સદસ્યોનો સમુદાય વિશાળ સંખ્યામાં ગુરૂવંદનામાં જોડાયેલ.

Previous articleકોળિયાક એસબીઆઈના મેનેજરનો વિદાય સમારોહ
Next articleગુરૂપૂર્ણિમાં નિમિત્તે શહેરમાં ઠેર-ઠેર મઢુલીઓ બનાવી દર્શન કરાવાયા