વલ્લભીપુર નિવાસી વૈદ રૂપિભાઈ ભટ્ટના પુત્ર પંકજભાઈ ભટ્ટના પુત્રી નિરાલી ભટ્ટ દ્વારા સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સિકયોરીટી વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.
જેમાં નીરાલી ભટ્ટ દ્વારા પુના ખાતે આવેલ છેલ્લા ૧૬૦ વર્ષ જૂની સીઓભપી (કોલેજ ઓફ એન્જિન્યરીંગ) પુના દ્વારા કોમ્પ્યુટર આઈ.ટી.માં માસ્ટર્સ ડીગ્રીમાં કરેલ હતી. તેમાં સ્પેશ્યલ સબ્જેકટ હતો. જેમાં ઈન્ટરનેટ સિકયોરીટી વિષયમાં પુના યુનિવર્સિટીમાં વિવીધ પ્રાંતના આખા દેશમાંથી ઘણા સ્ટુડન્ટ એડમીશન મેળવેલ જેમાં ફાઈનલ એકઝામમાં ૧૦ આઉટ ઓફ ૧૦ (૧૦૦ ટકા) સાથે પુના યુનિ.માં પ્રથમ સ્થાને પાસ થઈ. યુનિ. ગોલ્ડ મેડાલીસ્ટ તરીકે ઉત્તિર્ણ થયેલ છે. અને આ ઈન્ટરનેટ સિકયોરીટી પરિક્ષામાં પુના યુનિ.માં સમગ્ર દેશમાંથી આવેલ સ્ટુન્ડોમાં પ્રથમ ક્રમે લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. જેને લઈ વલ્લભીપુર સમસ્ત બ્રહ્મ સમાજ તથા ગુજરાત સહિત વલ્લભીપુરનું ગૌરવ વધારેલ હતું.