સમગ્ર દેશમાં ગુરૂપુર્ણિમાની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે અનોખી રીતે ઉજવાય છે ગુરૂપુર્ણિમાં.રાણપુરમાં ભાદર નદીને કાંઠે આવેલ સુપ્રસિધ્ધ બાલાજી મંદીરે વર્ષોથી ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવે છે અને હજ્જારો ગુરૂ ભક્તો અહીયા આવતા હોય છે ત્યારે આજે બાલાજી મંદીરના મહંત યોગેશબાપુ ની નિશ્રામાં ગુરૂપુર્ણિમાંની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા ગુરૂપુજન,મહાઆરતી,ધુન અને સંતવાણી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે બાલાજી મંદીરના મહંત યોગેશબાપુ નુ મોલેસલામ દરબાર સમાજ દ્વારા સાફો પહેરાવીને સન્માન કરાયુ જ્યારે રાણપુર ગ્રામ પંચાયત વતી સરપંચ અબ્બાસભાઈ ખલાણી અને તલાટી ટાપરીયા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ સાથે હિંન્દુ અને મુસ્લિમ સમાજ સાથે મળીને આ ગુરૂપુર્ણિમાંનો મહાપ્રસાદ સાથે લઈને કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ અને હજ્જારો ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો