યુવા દિશા કેન્દ્ર અને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા નશાબંધીના દૈત્યને નાશ કરવાના ઉમદા આશયથી સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કૂલ, સેક્ટર-૨૪ ખાતે નશાબંધી રેલીનું ભવ્ય આયોજન તાજેતરમાં કરવામાં આવેલ.
આ રેલીમાં સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કૂલના બાળકોએ સ્વયં બેનરો અને સૂત્રો તૈયાર કર્યા હતા તેમજ કોઈપણ પ્રકારનો નશો નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત આ બાળકો રેલી રૂપી શાળા પ્રાંગણમાંથી નિસર્ગ સાયન્સ સેન્ટર, સે. ૨૩ ખાતે સૂત્રોચ્ચાર સાથે ગયા હતા. જ્યાં તેઓએ સાયન્સ વિશેની સમજ અને પ્રયોગો નિહાળ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા યુવા દિશા કેન્દ્ર તેમજ સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક કાર્યકર સંજીવ મહેતા, જાગૃતિ મહેતા સહિત શાળા પરિવારના આચાર્યો, શિક્ષકગણ, સ્ટાફ મિત્રો, રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરના પ્રમુખ ભરત પટેલ, સેક્રેટરી પાર્થ ઠક્કર, રોટરેક્ટ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચાવડા, સેક્રેટરી મિલન રાઠોડ, હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી સહિત નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલ પટેલ સહિત અનેક લોકોએ યોગદાન આપેલ.