રાજુલા-જાફરાબાદમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે. હજુ કોઈ ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારને ટીકીટ મળી નથી ત્યાં ટીકીટ બાબતે એકબીજાને કાયા કાપી રાજકિય કાવાદાવા શરૂ થયા દલીત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
રાજુલા-જાફરાબાદની સીટ પર કોંગ્રેસ પક્ષના જ ૧૪ દાવેદારો મેદાનમાં છે અને જ્યાં કોંગ્રેસ સંમેલન થાય ત્યાં એમ કહેવાય કે, ટીકીટ ૧૪માંથી ૧ને જ મળશે અને જેને કોંગ્રેસ હાઈકમાન્ડ ટીકીટ આપશે તેની સાથે અમો બધા ૧૩ દાવેદારો સાથે મળી ખંભેખંભા મિલાવી કામ કરી કોંગ્રેેસની ધારાસભાની સીટ ગાંધીનગર મોકલશું. હવે અંદરોઅંદર એકબીજાને કાયા કાપી શરૂ થઈ છે. જે કિસ્સો માજી નગરપાલિકા રાજુલાના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજના અગ્રણી અંબરીશભાઈ ડેર વિરૂધ્ધ થયેલ સમાચારો તદ્દન પાયા વગરના છે તેવું સાબીત કરવા રાજુલાના દલીત સમાજ એકઠા થઈ આજે મામલતદાર કચેરીએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કે અમો રાજુલાના તમામ દલિતો અંબરીશભાઈ ડેરને કોંગ્રેસ પક્ષ ટીકીટ આપશે તો અમો તેની તરફેણમાં રહીશું અને મતદાન અંબરીશભાઈ ડેર તરફી કરીશું. માજી ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ખોડાભાઈ આલાભાઈ અશક્ત છે. વૃધ્ધ અને બિમાર હોય છતાં તે સાથે રહેશે.