નંદકુવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયુ

970

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમ.એસ.ડબલ્યુની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ડો. ફાલ્ગુનભાઈ શેઠનું સમાજમાં સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વનું વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, તેમને હાલના સમયમાં વિદ્યાર્થી જીવનમાં સ્કિલનું કેટલુ મહત્વ છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં સ્કિલનો કયાં ઉપયોગ કરવો અને તે કઈ રીતે કામમાં આવશે ?

વિદ્યાર્થીનીઓના જીવનમાં સ્કિલ વગર સમાજમાં તેમનું સ્થાન ક્યા હોય છે તેની સમજણ આપી હતી અને જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં જિવનમાં સ્કિલ હોય તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. તેના અનેક ઉદાહરણઓ આપી જીવનમાં સ્કિલનું મહત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએ તેમને સ્કિલનો ઉપયોગ યોગ્ય જગ્યો કરી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનનાં દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્કિલ એ આજના વિદ્યાર્થીનીના જીવનનું એક વિભિન્ન અંગ છે તેમ જણાવ્યુ હતું.

Previous articleજિલ્લાના ૨૫૦ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફીટ કરાશે
Next articleઘોઘા તાલુકામાં કિશોરી વર્કશોપ કાર્યક્રમ યોજાયો