ભારત સરકાર દ્વારા સંચાલિત સાયન્સ એક્સપ્રેસ ટ્રેન તા.૦૫ થી ૦૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ દરમ્યાન ગાંધીનગર ખાતે આવનાર છે. આ ટ્રેન ખોડીયાર રેલ્વે સ્ટેશન- અડાલજ ખાતે રોકાશે. આ ટ્રેનનું પ્રદર્શન સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન નિહાળી શકાશે, તેવું કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ મુકેશ શાહે જણાવ્યું છે.
કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ મહેશ શાહે વઘુમાં જણાવ્યું છે કે, સાયન્સ એક્સપ્રેસ એ ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગનો ફેલગશીપ કાર્યક્રમ છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય, વિજ્ઞાન અને પ્રોધોગિક મંત્રાલય તથા રેલ્વે મંત્રાલાયના સંયુક્ત ઉપક્રમે નવમા તબક્કાના પ્રદર્શનનો વિષય કલાઇમેટ ચેન્જ રાખવામાં આવ્યો છે. ટ્રેન જુદા જુદા આઠ કોચમાં કલાઇમેટ ચેન્જ અંગેના વિષયોનું નિદર્શન-પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ટ્રેન સંપૂર્ણ વાતાનુકુલિત છે. આ ટ્રેન નિદર્શન – પ્રદર્શન કરવામાં આવ્યું છે, તે વિધાર્થીઓ, મહિલાઓ અને જાહેર જનતા માટે રસપ્રદ માહિતી આપે તેવું છે. જેથી સર્વે ગાંધીનગરના જિલ્લા વાસીઓને આ ટ્રેનનું પ્રદર્શન નિહાળવા માટે અપીલ કરી છે.