કોઇપણ દેશ માટે તેનાં દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા કરવામાં પોતાનાં જીવન ને સમર્પિત કરનાર સૈનિકો ઉપર દેશ અને તેના નાગરિકોને વિશેષ સન્માન હોય છે. આ સેવામાં ઢસા ના ઘણાં વીર જવાનો ફરજ બજાવે છે
તો તેનાં પ્રત્યે ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે. ત્યારે ઢસા નવ યુવાનો દ્રારા ઢસા જંકશન પંચાયત ના સરપંચ ભરતભાઈ કટારીયા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્રારા હાલ સેનામાં માં ફરજ બજાવતા જવાનોનાં નામની એક તકતી તેના ફોટોગ્રાફ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે કાયમી ધોરણ માટે લગાવવા માં આવે જેથી પંચાયત ની મુલાકાત લેતાં લોકોને પણ આ વિશિષ્ટ સેવા વિશેનું મહત્વ સમજાય અને તે પણ પોતાના સંતાનોને આ સેવામાં મોકલવા માટે પ્રેરાય. તે માટે થી ઢસા તથા ઢસા આજુબાજુના ગામોમાં નવયુવાનો દ્રારા ઢસા જંકશન પંચાયત ને રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.