ધંધુકા ખાતે ગુરૂપુર્ણિમા પર્વની થયેલી ઉજવણી

1530

ધંધુકા મધ્યે આવેલ કોલેજ ખાતે ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરો બિન શૈક્ષણિક સ્ટાફ સહિતનાઓએ સ્વામી વિવેકાનંદજીને ગુરૂ તરીકે પ્રસ્થાપિત કરેલ છે. જેમનું કુમ કુમ તિલક દિપ પ્રાગટય કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુરૂપુર્ણિમા પર્વ અંતર્ગત કિકાણી કોલેજ ધંધુકાના પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ પરમાર એબીવીપીના સદસ્ય જયદિપ ચુડાસમા તથા કોલેજના સિનિયર – જુનિયર પ્રોફેસરો દ્વારા ગુરૂ તરીકે સ્વીકારયેલ સ્વામી વિવેકાનંદજીને કુમ કુમ તિલક કરી પરોક્ષ રીતે આર્શિવાદ મેળવ્યા હતાં. ત્યાર બાદ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓને ગુરૂપુર્ણિમાના મહિમા વિશે બોધપાઠ આપતું વકતવ્ય આપ્યું હતું.  તો ધંધુકાના સંત પુનિત મહારાજના સાનિધ્યમાં ધંધુકા મત વીસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, નિલેષ બગડીયા, શૈલેષભાઈ – જાગનાથ મહાદેવ મંદિરના પુજારી સહિતનાઓએ પ્રસાદની વહેંચણી કરી હતી. તદ્દઉપરાંત ધંધુકામાં રામટેકરી મંદિર, રોકડિયા હનુમાનજી મંદિર, ગણપતિ મંદિર, બાપાસીતારામ મઢુલી, પ્રોફેસર સોસાયટી, જેવા નાના મોટા તમામ મંદિરોમાં ગુરૂપુર્ણિમા અંતર્ગત ભાવિ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Previous articleશહેર અને જિલ્લા લોક સરકારની મીટીંગ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ
Next articleગુરૂપનમ નિમિત્તે શાંતિહવન