અત્રેની સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં તા.૨૭-૦૭-૨૦૧૮ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ તથા ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં પ્રાર્થના ત્યારબાદ જે.વી. સોલંકીબેન દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પર્યાવરણ દિન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે અંગેની સમજ સમાજશાસ્ત્ર વિષયના પ્રા.એલ.એન. બાંભણિયા પોતાના વકતવ્ય દ્વારા આપી હતી. ત્યારબાદ ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ગુજરાતી વિષયના પ્રા.જે.આર. રાદડિયા દ્વારા ગુરુનાં મહત્વ વિશેની સમજ વિવિધ ઉદાહરણ દ્વારા આપી હતી. તેમજ અત્રેની કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ગુરુપૂર્ણિમા મહત્વ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમજ એનજીઓ સિટીઝન ફોરમ હયુમન રાઈટ્સ -રાજુલાનાં ચેરમેન એચ.એમ. ઘોરી અને પ્રભારી જે.એમ.ઠાકર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્રેની કોલેજના પ્રિન્સીપાલ કે.એસ.મેઘનાથી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન અને મહેમાનોની આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના મેદાનમાં મહેમાનો અને કોલેજના પ્રિન્સિપાલ તેમજ એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા વ્રુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ વ્રુક્ષારોપણ કાર્યકમનું સંચાલન અત્રેની કોલેજના પ્રિન્સીપાલ કે.એસ. મેઘનાથી અને સાથી અધ્યાપક મિત્રોના સહકારથી એનએનએસ પોગ્રામ ઓફિસર બી.બી.રાઠોડે કર્યું હતું. જેમાં સિટીઝન ફોરમ હયુમન રાઈટ્સ -રાજુલાના પ્રમુખ રાકેશ જોષી અને પ્રભારી એચ.એમ.ઘોરી અને તેના સભ્યોએ સહકાર આપ્યો હતો. કોલેજના મેદાનમાં કુલ ૭૧ વૃક્ષ રોપવામાં આવ્યા હતા.