ભાવેણાવાસીઓએ તખ્તેશ્વરની ટેકરી પરથી માણ્યો ચંદ્રગ્રહણનો નઝારો

1211

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ખગોળ વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી તેના પ્રત્યે લોક જાગૃતતા લાવવા હેતુ છેલ્લા ૧૬ વર્ષથી વિવિધ અદભુત ખગોળીય ઘટનાને ટેલીસ્કોપની મદદથી લોકોને દેખાડવાના કાર્યક્રમો કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આ સદીનું સૌથી મોટી ખગોળીય ઘટના એટલે ખગ્રાસ ચંદ્રગ્રહણ. આ ગ્રહણ શુક્રવારે રાત્રે ૧૧ કલાકને ૫૫ મિનીટ થી શરુ થઈને ૨૮ જુલાઈ મધ્ય રાત્રિના ૩.૦૦ કલાક ને ૫૫ મિનીટ સુધી નરી આંખે નિહાળી શકાયું હતું. આ ચંદ્રગ્રહણ ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળ્યું હતું. આ ગ્રહણના મધ્ય ભાગમાં ચંદ્ર લાલશ પડતો જોવા મળ્યો

ભાવનગર શહેરના અવકાશમાં ચંદ્રગ્રહણને નિહાળવા માટે તા. ૨૭ અને ૨૮/૦૭/૨૦૧૮ ના રોજ તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતેથી રાત્રીના ૧૧ઃ૫૫ કલાક થી ૧ :૦૦ કલાક દરમ્યાન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર થાકી સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ મારફતે કુલ ૪ ટેલીસ્કોપ (૩ ન્યુતોનીયમ અને ૧ ગેલેલીયન) અને પ્રોજેક્ટર દ્વારા મોટી સ્ક્રીન મારફતે ખગ્રાસ ગ્રહણને નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ.

ગ્રહણ વિષે વધુ માહિતી આપતા હર્ષદભાઈ જોષી (કો-ઓર્ડીનેટર, લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર) એ ગ્રહણ શરુ થયાથી (સાત્રે ૧૧ કલાક ૫૫ મિનીટ) ગ્રહણ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સાથે ગ્રહણને લઈને વ્યાપેલા પરંપરાગત આપણા  રીવાજો પાચળ રહેલ વૈજ્ઞાનિક અભિગમ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત ભાવનગર એસ્ટ્રોનોમી કલબના સભ્ય મીતેશભાઇ ગજ્જર દ્વારા ચંદ્રગ્રહણ સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય થકી મોબાઈલ એપ્લીકેશન અને ફેસબુક લાઈવ દ્વારા ઘર-ઘર સુધી આ ગ્રહણને પોચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ગ્રહણના મધ્યભાગમાં (૨૮-૦૭-૨૦૧૮ રાત્રે ૧ કલાક) બ્લડ મુન એકદમ લાલ કલરનો ચંદ્ર જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે (૨૮-૦૭-૨૦૧૮ ૩ કલાક ૪૯ મિનીટ) ગ્રહણ મોક્ષ થતો જોવા મળ્યો હતો. આ ગ્રહણને પ્રોજેક્ટર દ્વારા લોકો સુધી પોહ્‌ચાડવાનું કાર્ય હર્ષદભાઈ રાવલીયા (રાજહંસ નેચર ક્લબ) દ્વારા કરવામાં આવ્યું હતું.  આ ખગોળીય નજારાને શહેરની ૩૫૦૦ થી વધારે ખગોળરસિક જનતાએ નિહાળી હતી.

Previous articleગુજરાત : ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિ જાહેર : ખાળકૂવાની માનવીય સફાઈ નાબૂદ
Next articleબોટાદ ખાતે જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા