યશવંતરાય નાટયગૃહ ખાતે કલા મહાકુંભનું સમાપન : રાજય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા

1486

રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા કલા મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તા. ૨૨ થી ૨૮ સુધી શહેરની વિવિધ શાળાઓમાં લોકન્રુત્ય, ગરબા, વાંસળી, ઓરગન સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી

આજે આ કાર્યક્રમ નો પુર્ણાહુતિ સમારોહ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમા યોજાયો હતો.

આ પ્રસંગે માન. મંત્રીએ જણાવ્યુ હતું કે આ પ્રકારના કાર્યક્રમો થકી કલાકારોને પ્રોત્સાહન મળતુ હોય છે તેમણે ભાવનગરને સંસ્કાર, શિક્ષણ અને કલાકારોની નગરી તરીકે ઓળખાવી હતી વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે સરદારનગર ખાતે વિશાળ ઓડીટોરીયમ સાકાર થયુ છે  આ પ્રસંગે માન. મંત્રીના હસ્તે ચિત્રકાર અમુલ પરમાર, વિવિધ સ્પર્ધાઓના પહેલા, બીજા, ત્રીજા ક્રમના વિજેતાઓનું સન્માન કરાયુ હતુ.

આ કાર્યક્રમમા મેયર  મનહરભાઈ મોરી, નાયબ મેયર અશોક બારૈયા, સ્થાયી સમિતી ના અધ્યક્ષ યુવરાજસિંહ શાસકપક્ષના નેતા પંડ્યા,નાયબ મ્યુ. કમિ. એન. ડી. ગોવાણી સહિત વિધાર્થીઓ, શિક્ષકો સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા

Previous articleઢસા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો
Next articleશિશુવિહાર વિસ્તારમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત