ભાવનગર શહેર જિલ્લામાં વરસાદે વિરામ લેતા તાપમાનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સમયસરના અને અનુકુળ વરસાદને લઈને કૃષિ ક્ષેત્રે ફાયદો થવાનો આશાવાદ વ્યકત કરતા ધરતીપુત્રો ભાવનગર શહેર તથા અન્ય તાલુકાઓમાં ચોમાસાના કુલ વરસાદ પૈકી પ૦ ટકાથી વધુ વરસાદ માત્ર જુલાઈ માસમાં વરસી ગયો છે. જો કે ગારિયાધાર અને ઉમરાળા તાલુકો આ યાદીમાંથી આજની તારીખે પણ બાકાત રહેવા પામ્યા છે. આ તાલુકામાં યોગ્ય વરદાનો આજે પણ અભાવ છે જયારે તાલુકામં મહુવા તાલુકો અધિક વૃષ્ટીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બીજા ક્રમે તળાજા તથા ત્રીજા ક્રમે જેસર તાલુકાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ આદર્શ મેઘ મહેર રહેવા પામી છે. સૌથી મહત્વપુર્ણ બાબત એ પણ છે કે સિંચાઈ અને પિવાના પાણીના મુખ્ય સ્ત્રોત તથા જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ અત્યાર સુધી પુર્ણ સપાટીએ ભરાયો નથી તો બીજી તરફ ભાવનગર શહેર મધ્યે આવેલ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) પણ ફલક સપાટીએથી દુર છે. પરંતુ તળાજા મહુવા, પાલિતાણા તથા જેસર તાલુકામાં આવેલ અનેક નાના-મોટા ચેકડેમો તથા અન્ય જળાશયો ઓવરફલો થઈ ચુકયા છે. જેને લઈને આ તાલુકામાં ભુગર્ભ જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસા સિવાય પાણીના પર્યાય એવા બોર, કુવાના તળ ઉંચા આવી રહ્યા છે. તો વાડી ખેતર આસપાસના ખેતી તલાવડા, ચેકડેમો સંપુર્ણ પણે ભરાયેલા હોય ખેડુતો પાણીની બાબતને લઈને નિશ્ચિત જોવા મળી રહ્યા છે. અગ્રણી ખેત વિષેશજ્ઞો તથા પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ-ર૦૧૮ વર્ષના ચોમાસામાં શ્રેષ્ઠ મેઘમહેર રહેવા પામી છે. આવી સ્થિતિ યથાવત્ રહેશે તો ખરીફ કૃષિ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વૃધ્ધી થશે. તેવું જણાવ્યું હતું. આગામી દિવસોમાં સારો વરસાદ થયે શિયાળુ તથા ઉનાળુ વાવેતર માટે પણ ધરતી પુત્રો શ્રેષ્ઠ આયોજન કરી શકશે.
તાપમાન ૩૩ ડીગ્રીને પાર
ભાવનગર શહેર તથા જિલ્લામાં સતત બે સપ્તાહ સુધી અધિકતર વાદળ છાયુ વાતાવરણ અને હળવા ભારે વરસાદી ઝાપટાને લઈને મહત્તમ તાપમાનનો પારો ગગડીને ર૮- ર૯ ડીગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી વાદળો દુર થવા સાથે આકાશ સ્વચ્છ બનતા મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યા છે. આજેર ૪ કલાક પુર્ણ થતા ભાવનગર હવામાન કચેરી ખાતે શહેરનું તાપમાન આ મુજબ નોંધાવા પામ્યું છે. જેમાં મહત્તમ તાપમાન ૩૩.૯ લઘુત્તમ તાપમાન રપ.૬ ભેજનું પ્રમાણ ૬૪ ટકા તથા પવનની ગતિ ૧૪ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.