બાઢડા ગામે ગોદડીયા આશ્રમ ખાતે ગુરૂપૂનમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

1788

સમસ્ત બારોટ સમાજનું ગૌરવ તેવા ગોદડીયા સંત શિરોમણી ભીખારામબાપુ ગુરૂ રામ બાપુના ગુરૂ પૂજન માટે બાઢડા ધામ સમર્થ સંત શિરોમણી હરીરામ બાપુ ગોદડીયાના વિશ્વ પ્રસીધ્ધ આશ્રમ દર વર્ષને જેમ ગુરૂ પરંપરા મુજબ હાલના મહંત બંસીદાસ બાપુ ગુરૂ ભીખારામબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન થયુ બંસીદાસ બાપુના ગુરવર્ય સંત શિરોમણી ભીખારામબાપુ જે મુળ પૂર્વાશ્રમના રેણુકા બારોટ સમાજના સંત વિભુતી હતા જેણે દરેક સમાજને કુવ્યસનોેથી મુક્ત કરવા જોરદાર અભિયાન તેમજ ગમે તેવા નાસ્તીકોને ભગવત પારાયણ આસ્તિક બનાવી દીધેલથી ભીખારામ બાપુનો દેશ પરદેશમાં દરેક જ્ઞાતિમાં ખુબજ પ્રભાવ સંત ભીખારામ બાપુ બ્રહ્મલીન હોવા છતા તેના જ શીષ્ય હાલના મહંત બંસીદાસબાપુએ ગુરૂ આદેશથી તેજ માર્ગ અપનાવ્યો છે. અને આ ગુરૂપૂર્ણિમામાં ભવ્ય ઉત્સવમા બાઢડામાં બહુ મોટી સંખ્યામાં મેળો પણ ભરાય છે જે સર્વપ્રતમ સવારે ૯ કલાકે ગુરૂપૂજન દરેક સંત વિભુતીઓમાં સમર્થ સંત હરીરામ બાપુ રામબાપા પ્રેમદાસ બાપાથી લઈ તમામ સમાધી પૂજન થયા બાદ બપોરે મહાપ્રસાદ અને આખો દિવસ અને રાત્રે સંતવાણીના ભજન સમ્રાટો નનકુભાઈ ગઢવી, ભગુદાન ગઢવી, તેમજ રબારી સમાજના માધવભાઈ રબારીના સાંજીદાવૃંદ સાથે રાત્રે પણ ભોજન આરાધનામાં સંત વાણીની જમાવટ કરેલ.

Previous articleઘોઘામાં ઈગ્લીંશ સ્કુલનો સ્થાપના  દિન ઉજવાયો
Next articleનાની ખોડીયારમાં મંદિરે ગુરૂપૂર્ણિમાં ઉજવાઈ