એમ.એસ. યુનિ.ના વાઈસ ડીન મહુવા બેલુર વિદ્યાલયની મુલાકાતે

2397

મહુવા વિસ્તારમાં છેલ્લા ૪ વર્ષથી શ્રેષ્ઠ શાળા તરીકે સન્માન પામેલ બેલુર વિદ્યાલય છે. બેલુર વિદ્યાલય હોષ્ઠ શિક્ષણ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે આપતી શાળા બની છે. તાજેતરમાં જ એમ.એસ.યુ.માં વડોદરા મેથેમેટીક્સ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. વાઈસડીન અને સીન્ડીકેટ ડો. કટારીયા બેલુર વિદ્યાલયની મુલાકાત લીધી કટારીયા શાળામાં સ્થિત વિવેક હોલ, ફનફ્લોરા, સંસ્કૃત પાઠશાળા સ્કેટીંગ રીંક, બાસલ્કેટબોલ મેદાન વગેરેની મુલાકાત લીધી આ સાથે સાથે શાળાના એ ગ્રેડ મેળવેલ બાળકો અંગે તથા બોર્ડમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરતા બાળકો અંગે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સાયન્સ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ સાયન્સ પ્રવાહ અને આગામી વર્ષોની શિક્ષણ પ્રણાલી અંગે માર્ગદર્શન આપેલ સાયન્સ, કોમર્સમાં બાળકો ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડે તેવી વાત કરી.

ડો. કટારિયા બેલુર વિદ્યાલયની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી તથા આવનાર ભવિષ્યમાં શ્રેષ્ઠ પરિણામ મેળવો તેવી શુભેચ્છા પાઠવી.

Previous articleનાની ખોડીયારમાં મંદિરે ગુરૂપૂર્ણિમાં ઉજવાઈ
Next articleગુજરાત તબીબો હડતાળ પર જતા તબીબી સેવા ખોરવાઈ