તમન્ના ભાટિયા વિશે છેલ્લાં થોડાં સમયથી એવી ખબરો આવી રહી છે કે તે અમેરિકાના એક ડોક્ટર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે પરંતુ આ ન્યૂઝ કેટલા સાચા છે? તમન્નાએ એક ઈન્ટરવ્યૂમાં આપેલા પોતાના નિવેદનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. તમન્નાએ કહ્યું કે ’હજી સિંગલ છું અને મારા માતા-પિતા મારા માટે કોઈ છોકરો શોધી રહ્યાં નથી.’
બાહુબલી-૨, હિમ્મતવાલા અને રિબેલ જેવી તમામ મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી તમન્નાએ જણાવ્યું કે ‘પહેલા દિવસે કોઈ એક્ટર હોય છે, બીજા દિવસે કોઈ ક્રિકેટર પછી કોઈ ડોક્ટર. આ અફવાઓથી એવું લાગે છે કે હું પતિ ખરીદવા માટે કોઈ શોપિંગ મોલમાં ગઈ હોવ. મને પ્રેમમાં પડવું પસંદ છે પરંતુ હું કોઈ આધાર વગરની ન્યૂઝને વધારો નથી આપતી. હું એ વાત સાફ કરી દેવા માગું છું કે લગ્ન હમણાં મારા લિસ્ટમાં નથી અને મારા લગ્ન વિશેની આ અફવાઓને હવે વિરામ આપી દેવો જોઈએ.