બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે કહે છે કે આ ફિલ્મ બે લોકોની સુંદર કહાણી છે. તે મારી ખુશકિસ્મતી છે કે હું આ ફિલ્મનો ભાગ છું. શાહરુખ ખાન સાથે આ મારી ચોથી ફિલ્મ છે. ‘ઝીરો’માં કેટરીના મુખ્ય ભૂમિકામાં છે. હું એક સાયન્ટિસ્ટની ભૂમિકામાં છું.
આ ફિલ્મની કહાણી સાથે નાસાનું પણ કંઇક કનેક્શન છે. ફિલ્મ ‘સૂઈ ધાગા’ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની થીમ પર બની રહેલી આ ફિલ્મમાં વરુણ એક ટેલરના રોલમાં છે, જ્યારે હું એક ઇન્ડિપેન્ડન્ટ ડિઝાઇનરનો રોલ કરી રહી છું.
અનુષ્કા હંમેશાં અલગ અલગ પ્રકારનાં પાત્રોમાં જોવા મળે છે. તે કહે છે, કોઇ એક જ પ્રકારના રોલ કરવા મારા માટે મુશ્કેલ હોય છે.