નવરચિત બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાના વિકળીયા સહિત હડમતીયા ઢોંડા લાખાવાડ સહિત દસ કરતા વધુ ગ્રામ્ય માટે પીએચસી ખોલવા માંગ કરતા મનુભાઈ શીંગાળા દસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જિલ્લા પંચાયત બોટાદ, ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખને પત્ર પાઠવી રજૂઆત કરી વિકળીયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળે તો ગ્રામ્ય વિસ્તારના દર્દી નારાયણો માટે આશિર્વાદરૂપ અને રૂરલ ખૂબ યાતના ભોગવતી પ્રજાને પીએચસીની સુવિધા માટે લેખીત રજૂઆત કરાય સાથે દસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો માટે બેન્કિંગ સેવા મળે તેવી વિવિધ બેંકોના રિજિયોનલ મેનેજરોને પત્ર પાઠવી સર્વે કરાવી બેંક શાખા ખોલવા પણ માંગ કરી નવરચિત બોટાદ જિલ્લાની રચના બાદ પ્રાથમિક સુવિધામાં વૃધ્ધિ થાય તેવી વ્યવસ્થા કરવા સંબંધ કરતા તંત્ર સમક્ષ સામાજિક અગ્રણી મનુભાઈ શીંગાળાએ માંગ કરી છે.