મહિલા સામખ્ય ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પંચાયતીરાજ પર મીટીંગ કરવામાં આવી હતી અને આ મીટીંગમાં મુખ્ય મહેમાન અને વકતા મુકેશભાઈ પંડીત જે ગ્રામ પંચાયત પરિષદ સંયોજક અને હાલ જુદી જુદી સમિતી સંસ્થામાં કાર્યરત છે. તેઓએ પંચાયતીરાજ પર માહિતી આપી હતી અને બહેનોના પ્રશ્નો જે પંચાયતને લગત હતા તેનું સમાધાન કરવામાં આવ્યુ અને દરેક ગામના જે પ્રશ્નો હોય છે તેને કઈ રીતે હલ કરવા તે માહિતી આપી હતી.
આ સમગ્ર મીટીંગનું આયોજન ઘોઘા તાલુકાના જે.આર.પી.દીપાલીબેન બી.રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું અને સી.આર.પી.નિમિષાબેન બી. જોષી પણ સહભાગી બન્યા હતા. અને મહિલા સામખ્ય ભાવનગર જિલ્લા ઓફિસના એકાઉન્ટન દિવેચા જગદિશભાઈ આર. પણ ઉપસ્થિત રહેલ.