શહેરનાં નારી ચોકડી નજીક કાર રાખી ઈગ્લીંશ દારૂની હેરાફેરી થતી હોવાની પૂર્વ બાતમી આધારે એલ.સી.બી. ટીમે રેડ કરી દારૂનો જથ્થો ભરેલીકારને ઝડપી લીધી હતી જ્યારે કારચાલક શખ્સ રાબેતા મુજબ ફરાર થઈ ગયો હતો.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન આખલોલ જકાતનાકા, ટોયોટા કંપનીનાં શો રૂમ પાસે આવતાં પો.કો. ચંદ્રસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહેશ ધરમશીભાઈ પરમાર રહે. પ્લોટ વિસ્તાર, પાંચવડા રોડ, સોનગઢ તા.સિંહોર જી.ભાવનગર વાળા તેનાં કબ્જાની સફેદ કલરની મારૂતી સ્વીફટ ડિઝાયર કાર રજી નં.જીજે-૦૧ એચ એમ ૮૩૫૧લખેલ છે તેમાં ઈગ્લીંશ દારૂનો જથ્થો લાવી ભાવનગર નારી ચોકડી વિશાલ ટ્રેડર્સ વાળા ખાચામાં ઉપરોક્ત કાર રાખી ઈગ્લીંશ દારૂની હેરફેર કરવાની તૈયારીમાં છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતાં કારમાંથી મહેશ ધરમશીભાઈ પરમાર રહે. પ્લોટ વિસ્તાર, પાંચવડા રોડ, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર વાળા ભાગી ગયેલ. આ મારૂતી સ્વીફટ ડિઝાયર કાર રજી નં.જીજે-૦૧ એચ એમ ૮૩૫૧માં ઝડતી તપાસ કરતાં કારની ડ્રાઈવીંગ સીટની બાજુની સીટ, પાછળની સીટ તથા ડિકીમાંથી સીલપેક કુલ બોટલ નં.૬૪૮ કિ.રૂા.૧,૯૪,૪૦૦/- તથા કાર કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા પર્સમાંથી મળેલ આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા ઓળખપત્ર મળી આવતા કુલ રૂા.૪,૯૪,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટશનમાં પ્રોહી. એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઈન્સ.એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, રાકેશભાઈ, ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ચંદ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઈ બારૈયા, ઈમ્તિયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.