સરપટ્ટણી રોડ પરના મકાનમાં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ

753
bvn10102017-9.jpg

શહેરના મેઘાણીસર્કલથી સરપટ્ટણી રોડ પર આવેલ રહેણાંકી મકાનમાં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગનો બનાવ બનવા પામ્યો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ આગને બુજાવી દીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મેઘાણીસર્કલથી સર પટ્ટણી રોડ પર આવેલ રબ્બર ફેક્ટરી કમ્પાઉન્ડમાં રહેતા રોહિતભાઈ શાહના મકાન નં.૧૧ર૯માં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગનો બનાવ બન્યો હોવાની જાણ રાહુલભાઈ દ્વારા ફાયરબ્રિગેડને કરાઈ હતી. બનાવની જાણ થતા ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ સળગતા બાટલાને પાણીનો છટકાવ કરી ઓલવી નાખ્યો હતો.

Previous articleએમવે ઈન્ડીયા અને અરેબિયન એડવેન્ચર્સના સહયોગથી ડિસેમ્બરમાં બિઝનેસ સેમિનાર
Next articleઆજથી ત્રણ દિવસ આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે