બોરતળાવ નજીક આવેલ સાંઈનાથ રેસ્ટોરન્ટની બાજુનાં ખાંચામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રેહલાં પાંચ ખેલીને એસ.ઓ.જી. ટીમે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે બોરતળાવ, લાલ ટાંકી સામે સાંઇનાથ રેસ્ટોરન્ટની બાજુના ખાંચામાં ધર્મેશભાઇ બારૈયાના મકાન પાસે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા સુભાષ ઉર્ફે લાલો અરવિંદભાઇ ઘુમડીયા, પ્રશાંતભાઇ ઉર્ફે કાનો શંકરભાઇ બારૈયા, જીતેશભાઇ ઉર્ફે જીતુ સુખાભાઇ બારૈયા, અલ્પેશભાઇ કાળુભાઇ વાઘેલા, મહેશભાઇ ઉર્ફે રામ રાજુભાઇ દેરડીયા ઉ.વ.૨૦ રહેવાસી તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૨૯,૧૫૦/- તથા મોબાઇલ ફોન-૩ તથા મો.સા.-૧ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૬૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. જે.બી.ગોહીલ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ વિશ્વજીતસિંહ ઝાલા બાવકુદાન ગઢવી યોગીનભાઇ ધાંધલ્યા હારીતસિંહ ચૌહાણ અતુલભાઇ ચુડાસમા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.