શહેરના ઉત્તરકૃષ્ણનગર વણકરવાસ પાસેથી ઈગ્લીંશ દારૂની ૩૦ પેટી ફ્રુટના કેરેટની આડમાં લવાતી રીક્ષાને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા હતા જ્યારે પોલીસે રેડ દરમિયાન એક શખ્સને ઝડપી લીધો હતો અને એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ઇશરાણી પોલીસ સ્ટાફને કડક હાથે કામ કરવા સુચના કરતા શરૂરાત્રીના એ.એસ.આઇ એમ.એમ.મુનશી ડી.આર.ચુડાસમા હેડ કોન્સ વાય.એન.જાડેજા પો.કોન્સ. જયદિપસિંહ જાડેજા કિર્તીસિંહ રાણા જયદિપસિંહ ગોહિલ ફારૂકભાઇ મહિડા ખેંગારસિંહ ગોહિલ ચિંતનભાઇ મકવાણા ગોરધનભાઇ ખેરાળા વિ. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડાને ખાનગી બાતમી મળેલ કે પ્રવિણભાઇ ઉર્ફે શામજીભાઇ રાઠોડ રહે.ઉતર કૃષ્ણનગર વણકરવાસ ભાવનગરવાળો અતુલ લોડીંગ રીક્ષામાં ફ્રુટ કેરેટની આડમાં ઇગ્લીશ દારૂ ભાવનગરમાં લાવવાની પેરવી કરી રીક્ષાનું પાઇલોટીંગ કરે છે જે હકિકત આધારે રેઇડ ઉત્તર કૂષ્ણનગર, વણકરવાસ ખાતે રેઇડ કરતા ઉપરોકત ઇસમ ઇગ્લીશ દારૂની કુલ ૩૩ પેટીમાં કુલ નંગ-૩૯૬ જેની કુલ કિ.રૂા.૧,૧૮,૮૦૦/- તથા અતુલ રિક્ષાની કિ.રૂા.૭૫,૦૦૦/- તથા એકટીવા મો.સા.ની કિ.રૂા.૩૫,૦૦૦/- તથા રોકડ રૂા ૧૦,૪૦૦/- તથા મોબાઇલ કિ રૂા ૫૦૦/- તથા ફ્રુટ કેરેટ કિ.રૂા.૧૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૩૯,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ અને રેઇડ દરમ્યાન મનસુખભાઇ ધુડાભાઇ ચમાર, રહે.મોટાસુરકા વાળો નાશી ગયેલ હોય તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.