બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રભૂમિલન અનુભુતિ તપસ્યા શિબિર યોજાઈ

1403

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા પ્રભુ મિલન અનુભૂતિ તપસ્યા કાર્યક્રમનું આયોજન ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાના રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનોની વિશાળ ઉપસ્થિતીમાં ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાયેલ હતો.

આ પ્રસંગે સંસ્થાના મુખ્ય મથક માઉન્ટ આબુથી પધારેલા પરમ તપસ્વીની રાજયોગીની બ્રહ્માકુમારી ઉર્મિલાબહેને જણાવેલ કે, પ્રવૃત્તિમાં રહી નિવૃત્તિ, સંસ્કાર પરીવર્તન, જવાલા મુખી યોગ, ધર્મ-કર્મનું સંતુલન વિગેરે વિષયોનું સ્પષ્ટીકરણ કરેલ હતું.

જ્યારે સંસ્થાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તીબહેને જણાવેલ કે, માનવ જીવનને સફળ બનાવવા સંકલ્પ, સમય, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, શ્રેષ્ઠ કર્મ કરવા માટે નિત્ય રાજયોગ અભ્યાસ અનિવાર્ય છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous article૩૦ પેટી ઈગ્લીંશ દારૂ ભરેલી અતુલ રીક્ષા ઝડપાઈ : ૧ ઝડપાયો એક ફરાર
Next articleતળાવના ખાડામાં ડુબી જતા બે વ્રતધારી તરૂણીઓના મોત