આજથી ત્રણ દિવસ આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે

1349
bvn10102017-7.jpg

દુનિયાભરમાં આજ મધ્ય રાત્રિથી ત્રણ દિવસ સુધી આકાશમાં ડે્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના પ૦ થી ૧૦૦ થી વધુ ઉલ્કા પડતી જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાંખવાની અંતિમ તૈયારી પુરી કરી દીધી છે. આકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ નિહાળવા સાથે દિવાળીના ફટાકડાની આતશબાજીનો રોમાંચ માણવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ તૈયારી આરંભી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે આજ મધ્ય રાત્રિથી તા. ૧૦ થી ૧ર ઓકટોબર ત્રણ દિવસ સુધી આકાશામાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. ૧૦ મી એ મોડી રાતથી પરોઢ સુધીમાં આકાશમાં રીતસર ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. બે દિવસ સુધી ઉલ્કા વર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવશે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે.
ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાની મહત્તમ આજ મધ્ય રાત્રિથી ગુરૂવારની વહેલી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જેપોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણ કક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો  શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગીઉઠે છે અને તે જ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. 
ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્યગ્રહણ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે.
જાથાએ અમદાવાદ અને રાજકોટ તથા તેની ૧૬ શાખાઓમાં ઉલ્કા જોવા માટે વ્યવસ્થા ગોઠવી છે. નવેમ્બરમાં લીયોનીડસ ઉલ્કા જોવા માટે રાજયભરમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Previous articleસરપટ્ટણી રોડ પરના મકાનમાં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ
Next articleઘોઘા રો-રો ફેરી સર્વીસ ખાતે ટેમ્પરરી વોક-વે ફીટ કરાયો