સતુઆબાબા આશ્રમે નેત્ર નિદાન કેમ્પ

1275

કાશી વિશ્વનાથ સતુઆબાબા ટ્રસ્ટ સંચાલિત સતુઆબાબા આશ્રમ પાલીતાણા ખાતે સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી આજરોજ ૧૧૧મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦૪ આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તે પૈકી ર૦૮ દર્દીઓના મોતિયાના ઓપરેશન વિનામુલ્યે થશે. આ કેમ્પમાં ટ્રસ્ટી દિપકભાઈ ગોહિલ અને પ્રાગજીભાઈ કાકડીયા તેમજ શાળાનો સ્ટાફ સેવાના કાર્યમાં જોડાયો હતો.

Previous articleસ્કાઉટ ગાઈડનો કુકીંગ ટેકટીંગ કેમ્પ
Next articleજિલ્લામાંથી ૬ માસ સુધી તડીપાર કરેલ શખ્સ ઝબ્બે