હાર્દિકને અનામતના બદલે ચૂંટણી શા માટે લડવી છે ?
પાટીદાર આંદોલનના નેતાને એક માત્ર અનામતના મુદા સાથે પ્રતિષ્ઠા અને પ્રસિધ્ધિ મળ્યા બાદ સમાજના મુખ્ય હેતુ અને તે અનામત મેળવવાને બદલે ચૂંટણી શા માટે લડવી છે ? તેવો પ્રશ્ન પાટીદાર સમાજમાં આજે ચર્ચાનો વિષય બન્યો છે. સેવાના નામે કેટલાય નેતા જો કે આ બધુ એટલે કે સેવાનો આંચળો ઉડાડી ખુરશીમાં બેસવાનું વધુ પસંદ કર્યું જ છે. પરંતુ પાટીદાર સમાજના અનામત માટેના સમર્થન બાદ હાર્દીકને ચૂંટણી શા માટે લડવી છે ? તે યક્ષ પ્રશ્ન જરુર છે.
બીજી તરફ ભાજપા એક હાર્દિકથી વધુ ડરતી હોય તેવી પાર્ટી શા માટે છે ? હાર્દિકને એટલું મહત્વ આપીને શું સાબિત કરવા માંગે છે ? કે પછી એક રાજકીય રમતના ભાગરૂપે આ ઘટના ક્રમ યોગ્ય રીતે વિચારેલી રણનીતિને આધારે જ ચાલે છે.
પરંતુ પોતાની જ્ઞાતિના નામનો ઉપયોગ કરી સંગઠન કરી અલ્પેશ ઠાકોર રાજકારણની સીડી ચડી ચૂકયા છે. આમ તો જીજ્ઞેશ પણ ગણાય પરંતુ તેના પછી હાર્દિકની ઉંમરને લીધે તે રાજકારણમાં આવી શકયો ન હતો અને વિસનગરના કેસમાં સજા બાદ હવે ફરી તે આવી પણ શકશે નહીં કારણ કે ઉપલી કોર્ટમાં તે અંગેનો ફેર ચુકાદો આવે ત્યાર સુધીમાં તો ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ગઈ હશે. જો કે હાર્દિકની સાથે સજા પામેલા લાલજીને સરકાર પ્રત્યે કુણુ વલણ રાખ્યાનો અફસોસ જરૂર થતો હશે. પરંતુ રાજનીતિમાં તેને સજા થઈ એ પણ એટલું જ મહત્વનું છે. આમ તો પ્રો સરકાર કરતાં એક મંત્રીના ખાસ ગણાતા લાલજીને બાવાના બેય ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે સમાજ માટે બોલે તો નવાઈ નહીં…
જયંતિ તો હિમશિખરની ટોચ હોય તેમ કેટલાય તેને બચાવી રહ્યાની ચર્ચા !
આમ તો સ્ત્રી દાક્ષીણ્ય અને મહિલાની વાતો કરતાં રાજકારણીઓ પર આવે છે ત્યારે બધુ તેઓ ભુલી જાય છે. અને રાજકીય નેતાઓના લફડા તો નવા કંઈ નથી. પરંતુ કેટલીક મર્યાદાઓ હવે વધુ તુટી ગઈ હોવાની ચર્ચા લોકોમાં જોવા મળે છે.
ખુદ ભાજપ પક્ષના બચાવનારાની સામે તેને નહીં બચાવવામાં માનતા હોય તેવી સંખ્યા પણ વધારે છે. અને કેટલાક લોકો જેમાં મહિલાઓ પણ છે. જેમની વાતચિતમાં તેઓ પોતાના પક્ષમાં આવા વ્યક્તિને નહીં બચાવવો જોઈએ તેવી રજુઆત પણ કરી ચુકયા છે. પરંતુ તેમની કોણ સાંભળે અને અંદરના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ તો આના છેડા છેક નલીયા કાંડ અને તેથી પણ આગળના હોવાથી જયંતી ભાનુશાળીને બચાવવામાં ન આવે ને રખે તે બીજાના નામો સામે આવે તો કેટલાયના પગ નીચેથી ધરતી સરકી જાય તેમ છે. જેથી ગમેતે ભોગે તેને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવા પડશે. મજબુરી થી પણ !! જોકે રાજકીય રીતે જેમ બીટકોઈનમાં એક ફરાર છે તેમ જ જયંતિ ભાનુશાળીને પણ પોલીસના હાથે ચડવા નહી દેવાય તેવી ચર્ચાએ જોર પકડયું છે. અને પોલીસ પણ આવા ગુનેગારોને જલ્દી શોધી શકતી નથી. તેમની તમામ આવડત અહીં જવાબ આપી દેતી હોય છે. પ્રજા બિચારી કશુ જાણતી નથી….
વિકાસના નામે વૃક્ષોનો કચ્ચરઘાણ શા માટે ? કલાઈમેટ ચેઈન્જની માત્ર વાતો !!
ભારતમાં માત્ર ૩પ થી ૩૭ અબજ વૃક્ષો જ હોવાનો અંદાજ છે. અને સરેરાશ પણ ખૂબ ઓછી છે દુનિયામાં વ્યક્તિ દીઠ ૪૦૦ થી વધુ વૃક્ષોના અંદાજ સામે ભારતમાં માંડ રપ થી ૩૦ વૃક્ષો બચ્યા છે. એક સમયે ગ્રીન ગાંધીનગર આજે બિરૂદ ખોઈ બેઠુ છે. મહાત્મા મંદિર અને સેન્ટ્રલ વિસ્ટાએ પ૦૦૦ થી વધુ વૃક્ષોનો ભોગ લીધો છે. તેવી જ રીતે સરખેજ થી ચિલોડા હાઈવે મોટો કરવા અને અન્ય વિકાસ માટે બીજા ૪ લાખ વૃક્ષો મૃત્યુના મુખમાં હોમાવા તૈયાર છે. એક વખતે ગ્રીનસીટી ગાંધીનગરનું તાપમાન સૌથી વધુ નોંધાવા લાગ્યું છે. વળી વરસાદ પણ આ વર્ષે સાવ ઓછો પડયો છે. હજી સુધી નથી પડયો તે બતાવે છે કે કલાઈમેટમાં કેટલા મોટા ફેફારો ગ્રીનરી જવાથી બન્યા છે. અને હજી પણ કાળજી નહીં રાખીએ તો કોક્રિટના જંગલો હશે પણ જીવવું ત્યારે થતુ જવાનું છે. આટલાં બધા વૃક્ષો કપાયવા તે કારણે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધતું જાય છે. એક અંદાજ મુજબ એક વૃક્ષ ર૪ કલાકમાં લગભગ ર૦ થી ર૩ કિ.ગ્રા. કાર્બન ડાયોકસાઈડનું શોષણ કરે છે. તેમાંય ચેરના વુક્ષો તેના કરતાં દશ ઘણુ જો કે તે વુક્ષો દરિયા કિનારે જ થતા હોય છે. પરંતુ કલાઈમેટ ચેઈન્જ માટે મહત્વના વૃક્ષો ગણાય.
એમાં સૌથી મોટો વાંક હોય તો ફોરેસ્ટ વિભાગની લાલીયાવાડીનો છે. કરોડો રોપાઓ દર સાલ વવાય છે. કરોડોની ગ્રાન્ટ તેની પાછળ ખર્ચાય છે તે આપણે સૌ જાણીએ છીએ. વનના નિયમોનું પાલન પણ કરાવવામાં હપ્તા ખોટ અધિકારીઓ મહત્વ્નો ભાગ ભજવે છે. ગાંધીનગરમાં એક રાજકારણીના જમાઈની હોસ્પિટલ આગળની જમીન ખુલ્લી કરી વાપવા વન વિભાગમાં આવા અધિકારીઓએ આપી છે. તેમની જવાબદારી ફીટ કરવી જોઈએ. બીજુ એક બિલ્ડીંગ બન્યું છે. જેને વન વિભાગે જમીન ખુલ્લી કરી આપી છે. તેમાં આરટીઆઈ થવાથી વાડ કરવાની ફરજ આવા અધિકારીઓને જરૂરી પડી હતી પરંતુ ફરી લેતીદેતી દ્વારા આ વાડ કાઢી નાખવામાં આવી છે !! છેતે કલાઈમેટ ચેઈન્ટ!!
કોંગ્રેસે સોફટ હિન્દુત્વને નામે ગુરુપુજા કરી ભાજપની ફિલોસોફી તોડવા પ્રયત્ન કર્યો
રાહુલ ગાંધી આમ તો મંદિરોમાં દર્શન – પુજન કરવા જઈ ભાજપનું એકતરફી હિન્દુત્વને ચેલેન્જ કરી છે. તેમાં વળી પાછું કોંગ્રેસે ગુરુપુર્ણિમાંએ સોફટ હિન્દુત્વના મુદ્દે મંદિરોમાં જવાનો આદેશ કરવાથી મોટાભાગના કોંગ્રેસીઓએ આ કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આ પ્રકારનું રાજકારણ વધતુ જશે અને ભાજપને પોતાના હિન્દુત્વની રાજનીતિમાંથી કંઈક બીજું વિચારવાની ફરજ પડશે. આમ તો કાશ્મીરમાં સરકાર બનાવી ભાજપે હિન્દુત્વના પોતાના જ વિચારધારાને મોટો ફટકો પહોંચાડયો હતો જ અને તેથી લોકોમાં ફરી વિશ્વાસ પેદા કરવાનો વારો આવેલો છે. તેમાંય ચૂંટણીઓ નજીક આવતાં ફરી પાછી પોતાની રણનીતિ ભાજપ આગળ ધરશે પરંતુ વૈચારીક રીતે કોંગ્રેસ તેનો જવાબ વધુ સારો આપવા તૈયાર થઈ હોય તેમ હાલતો લાગી રહ્યું છે. બાકી કોંગ્રેસને તેના જ પક્ષ હારવતો હોય છે. જેથી વધુ ધ્યાન બહાર આપવાના બદલે અંદર આપશે તો વધુ સારા પરિણામો આવતાં જશે !! પરંતુ ભાજપ અકબંધ બધી બેઠકો મેળવી શકવાનું નથી તે પણ નકકી જ છે…