સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૬૯મો વન મહોત્સવ ઇડર ખાતે યોજાયો

1200

સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૬૯ મા વન મહોત્સવ ઇડરના ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત તથા ગુજરાત રાજય બીન અનામત વર્ગ અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ  બી.એચ. ઘોડાસરાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે દૈદિપ્યમાન   ઇડરના જૈન મંદિર ખાતે યોજાયેલ

જિલ્લા કક્ષાના ૬૯માં વન મહોત્સવને ખુલ્લો મુકતા ઔધાગિક વિકાસ નિગમના ચેરમેન  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લાકક્ષાએ વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી જિલ્લાની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવાનું કાર્ય કર્યુ છે. રાજયના જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને લોકોને રાષ્ટ્રીય ભાવના સાથે જોડવાનું કામ કર્યુ છે. પ્રાસંગિક પ્રવચન કરતા રાજય બીન અનામત વર્ગ અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ. ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગના પડકારનો સામનો કરવા વૃક્ષોનું વાવેતર એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે ભાવિ પેઢીને સારૂ પર્યાવરણ આપવાની જવાબદારી આપણા સૌની છે. રાજયમાં હાલ ૧૮ ટકા જ વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે. જેને વધારવાની જરૂરીયાત છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી વન મહોત્સવની ૧૮મી શ્રુંખલા શ્રેણીમાં કચ્છ જિલ્લામાં રક્ષક વનનું  લોકાપર્ણ કરી સંસ્કૃતિને લોકભોગ્ય બનાવવાનું કામ કર્યુ છે. નાયબ વન સંરક્ષક  એન.પી. મેવાડાએ વન મહોત્સવનું મહાત્ય સમજાવી વન વિભાગની યોજનાઓની રૂપરેખા આપી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો.આ પ્રસંગે નર્સરી ઉછેરની શ્રેષ્ઠ ઉછેર કામ કરનાર વ્યક્તિગત અને શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જયારે ગ્રામિણ મહિલાઓને નિધૂર્મ ચુલાનું વિતરણ કરાયું હતું

વન મહોત્સવમાંપ્રાંતિજના ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર, મહેસાણા વર્તુળ વિભાગના વન સંરક્ષક  એલ.જે.પરમાર, કલેકટર  પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી  સ્તુતિ ચારણ, જિલ્લા અગ્રણી  પૃથ્વીરાજ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત વનકર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ર્પાકિંગ નહીં તો મંજૂરી નહીં
Next articleજૂના સચિવાલયમાં વાહન વ્યવહાર કચેરીની પાસે જ ટ્રાફિકની ભારે સમસ્યા