શહેરમાં સમસ્યા બની ચુકેલા ર્પાકિંગના પ્રશ્રે તંત્ર દ્વારા આકરા તેવર અખત્યાર કરાશે. શહેરમાં કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ર્પાકિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરાયુ હશે તો તેની સામે કાયદેસર કરાશે. દરેક વાણીજ્ય સંકુલમાં બિલ્ડરે જ ર્પાકિંગની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે. આવી વ્યવસ્થા ઉભી થઈ ગયા પછી કોઈ વ્યક્તિ પોતાનું વાહન આડેધડ પાર્ક કરશે તો પોલીસ દ્વારા વાહન ઉઠાવી લેવાની અને દંડની ગોઠવણ કરાશે. ઉપરાંત મહાપાલિકા દ્વારા વાણીજ્ય સંકુલોના પાર્કિંગમાં કરાયેલ બાંઘકામ તોડીપડાશે.શહેરમાં તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્ષને વાહનોના ર્પાકિંગ કરવા માટે ભોંયરૂ ખોલી નાખવા કહેવાશે. હવે પછી તમામ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરે પોતે જ પોતાના ખર્ચે ર્પાકિંગની વ્યવસ્થા ઉભી કરવી પડશે.
આ જગ્યામાં બાંધકામ કરેલું હોય તો બિલ્ડરે તોડી નાખવાનું રહેશે. અન્યથા તંત્ર આવા બાંધકામો તોડી પાડશે. કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ર્પાકિંગની સુવિધા સંદર્ભે સર્વે કરી લેવા માટે ટુકડીઓ પણ મોકલાશે. વાણિજ્ય પ્રવૃતિથી ધમધમતા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે વાણિજ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરાયેલા વાહનો ટોઇંગ કરવાની વ્યવસ્થા ગોઠવાશે. તમામ વાણિજ્ય સંકુલો આસપાસ ર્પાકિંગની સુવિધા ઉભી થાય તે તરફ સર્વપ્રથમ ધ્યાન કેન્દ્રીત કરાશે, તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યુ હતું. બીજી બાજુ જાહેરસ્થળો અને સરકારી કચેરીઓમાં ર્પાકિંગની જગ્યાઓ માર્ક કરવા અધિકારીઓને સુચના અપાઇ છે. સરકારી સંકુલોમાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા હોય અને સુવિધા ના હોય તો તે પરીપૂર્ણ કરવાનું રહેશે. સરકારી વાહનો અને ખાનગી વાહનો માટે અલગ વ્યવસ્થા કરવાનું પણ જણાવાયુ છે.
બે અને ત્રણ દાયકા પહેલા પાટનગરના વાણિજ્ય વિસ્તારોમાં બહુમાળી ઇમારતો બંધાઇ તે સમયે વાહનોની સંખ્યા ખુબ ઓછી હતી. તે સમયે ડેવલપર્સ દ્વારા ભોયતળિયે ર્પાકિંગ વિકસાવવામાં આવ્યા તે, જે તે સમયના સરકારી નિયમ અનુસારના ક્ષેત્રફળના હતા. હવે સ્થિતિ એવી થઇ છે કે તે ઇમારતોમાં ખાસ કરીને સેક્ટર ૧૧, ૨૧ અને ૨૨માં આવી ઇમારતોમાં ૮, ૧૦ કે ૧૨ ગાડીઓ પાર્ક થાય તેટલી જ જગ્યા છે અને આ સ્થળોએ જરૂરત ૫૦થી ૧૦૦ ગાડી પાર્ક થઇ શકે તેવી ઉભી થઇ ગઇ હોવાથી નવા ર્પાકિંગ પ્લેસ ઉભા કરવા સિવાય વિકલ્પ રહ્યો નથી.