ક્ષત્રિય યુવક સંઘની પીટીસી શિબિર

1101

ક્ષત્રિય યુવક સંઘની પીટીસી શિબિર મનહરકુંવરબા રાજપૂત વિદ્યાલય-નવાપરા-ભાવનગર ખાતે આયોજન થયેલ. આ શિબિરમાં બોર્ડિંગના કુલ ૧૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિરમાં સવારે પ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી દરરોજના ૧૯ કાર્યક્રમો દ્વારા અલગ-અલગ રીતે બાળકોને શિક્ષણ અપાયેલ. આ સંઘ શિબિરો દ્વારા સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે. ક્ષત્રિયોચીત સંસ્કારનું નિર્માણ થાય, સાચો ક્ષત્રિય બને તે દ્વારા સમાજ નિર્માણ અને સારા વ્યક્તિઓનું નિર્માણ અને સારા વ્યક્તિઓનું નિર્માણ કાર્ય કરે છે.

Previous articleહજયાત્રાએ જતા બિરાદરોનો વરતેજમાં સન્માન સમારોહ
Next articleનાગેશ્રી પીએચસી બિલ્ડીંગ અતિ જર્જરીત : રીપેરીંગ કરવાની માંગણી