નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાથી ટીબી અને બાબરકોટ પી.એચ.સી છુટા થયા બાદ ત્યા નવા બીલ્ડીગો થઇ ગયેલ છે. ત્યારે નાગેશ્રી પી.એચ.સી.ની સ્થિતી સાવ કથળી ગયેલ છે. મકાનો પડી ગયેલ છે.
નાગેશ્રી પી.એચ.સી.નું બીલ્ડીગ ઘણા વરસ જુનુ અને ખુબ જ જર્જરીત હાલતમા છે. અમુક મકાનો તો પડી પણ ગયેલ છે ઓ.પી.ડી. રૂમ તેમજ લેબોરેટરી સિવાયના બધા રૂમોમા પાણી પડે છે. તેથી સ્ટેશનરીથી માંડી દરેક વસ્તુ ટેબલ – ખુરશી ઉપર રાખવી પડે છે તેમજ કર્મચારીઓ દર્દીઓ પણ રૂમમા બેસી શકતા નથી. વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેથી ગોઠણ સમા પાણી મેદાનમા ભરાય રહે છે. તેથી દરેક કર્મચારી દર્દીઓ ગામ લોકો ને દવાખાનામા જવા ભારે મુશ્કેલી પડે છે. બિલ્ડીગની ખુબ જ જર્જરીત હાલત ના પરીણામે ડિલીવરી જેવા કેસો અહી થઇ શકતા નથી જેથી લોકોને રાજુલા મહુવા ભાવનગર સાવરકુડલા ઉના જેવા દુરના સ્થળોએ જવુ પડે છે.
નાગેશ્રી પી.એચ.સી.નુ મેદાન વિશાળ જગ્યામા છે અમુક મકાન પણ પડી ગયેલ છે. તેમજ એકવાર નવુ મંજુર થયેલ છતા કોંટાક્ટરની મેલી મુરાદને હિસાબે તે બિલ્ડીગ થઇ શકેલ નથી અને નવા બિલ્ડીગ માટે રજુઆત કરીએ છીએ ત્યારે ખોટી રીતે ગ્રામ પંચાયત પાસે જવાની માંગણી કરે છે. અને કામ ન કરવા જુદી જુદી રીતો અપનાવવામા આવે છે.
પી.એચ.સી. મા ગામ લોકો ભેગા થઇ રજુઆત કરેલ છે અને તેથી રજુઆત કરવા માટે જે જે કરવુ પડે તે કરવાનુ નક્કી કરેલ છે અને જો આ અમારી માંગણીનો યોગ્ય નિકાલ નહી આવે તો અમારે ન છુટકે બીજા ઝલદ પ્રોગ્રામ આપવા પડશે જેમ કે સરકાર દ્વારા આપવમા આવતા કાર્યક્રમો જેવા કે મમતા દિવસ રસીકરણ તથા તમામ આરોગ્ય સેવા અને સરકારના પ્રોગ્રામનો બહિષ્કાર કરીશુ તેવી ચિમકી આપવામાં આવી હતી.