ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યક્તિની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે તે પ્રોફેશનલ અને તેની અંગત લાઇફને લઇને ખુબ સાવધાન રહે છે. તેનુ કહેવુ છે કે નિષ્ફળતા પણ દરેક વ્યક્તિના હિસ્સા તરીકે છે. તેનુ કહેવુ છે કે તેની માતા પાસેથી તેને કેટલીક બાબતો શિખવા મળી છે. આ બાબતો તેને લાઇફમાં સતત પ્રેરિત કરી રહી છે. તેનુ કહેવુ છે કે સારી મહેનત અને સારા કામ હમેંશા કામ લાગે છે. તેનુ કહેવુ છે કે તે કર્મની અવધારણામાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખે છે. તેનુ કહેવુ છે કે કામ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે રચનાત્મક અંતરને જાળવી રાખવા માટેના સફળ પ્રયાસો કર્યા છે. આમાં સફળતા પણ મળી છે. કેટલીક ટુંકી ફિલ્મોમાં કામ કર્યા બાદ હુમા કુરેશીએ બોલિવુડમાં સફળતાપૂર્વક એન્ટ્રી કરી હતી.